Sandeep Lamichhane Case: દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂકેલા નેપાળના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીર બળાત્કારના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. નેપાળની કાઠમંડુ જિલ્લા અદાલતે રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો છે.
અગાઉ જામીન પર મુક્ત થયા હતા
અગાઉ, કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીર બળાત્કારના કેસમાં સંદીપને પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે બાદમાં પાટણ હાઈકોર્ટે તેને 20 લાખના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. લામિછાનેને વિદેશી સ્પર્ધાઓમાં ભાગ લેવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સતત ત્રણ દિવસથી આ કેસની સુનાવણી કરી રહી છે. પ્રતિવાદી પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કેસનો અંતિમ નિર્ણય આવ્યો હતો.