મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં સંજય સિંહે ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા પોલીસ કેસ અને જેલવાસને ભાજપની તાનાશાહી ગણાવી વ્યાજ સાથે હિસાબ લેવાની ચીમકી આપી છે.

ડેડીયાપાડામાં સંજય સિંહની ગર્જના: "ચૈતર વસાવાને જેલમાં નાખનારાઓ પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું"

અમદાવાદ / ભરૂચ / નર્મદા / વડોદરા / ગુજરાત : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે વિશાળ જનસભા યોજાઈ. આ સભામાં સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણીમાં ઝાડુ પર બટન દબાવી બદલાવ લાવવાનો સંકલ્પ લીધો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, 9 મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં પ્રવેશી શકતા નથી તો હું ડેડીયાપાડાના તમામ લોકોને કહેવા આવ્યો છું કે “ચૈતર વસાવા બનીને લડો અને ચૈતર વસાવા બનીને ભાજપને હરાવો”. ચૈતરભાઈ ધારાસભ્ય બનાવી પછી એમને બે વખત જેલમાં નાખવામાં આવ્યા અને ચૈતરભાઈના ધર્મ પત્નીને પણ ત્રણ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. આજે ચૈતરભાઈના બાળકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના પિતા આવશે. આટલો અત્યાચાર અને આટલો જુલમ કરનાર લોકોને આ વખતે તમે તમારા વોટથી હરાવો અને આમની ડિપોઝિટ જપ્ત કરાવો.  આ લોકો અમને જેલથી ડરાવે છે, અમારા નેતા અરવિંદ કેજરીવાલથી લઈને હું પોતે પણ અનેક દિવસો સુધી જેલમાં રહીને આવ્યો છું અને જ્યારથી બહાર આવ્યો છું ત્યારથી બીજેપીના નાખવા દમ કરાવી દીધો છે. કારણ કે અમે જેલથી ડરતા નથી. ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, પ્રવીણ રામ, આ તમામ લોકોને જેલમાં નાખ્યા હતા,  હજુ જેટલા લોકોને જેલમાં નાખવા હોય નાખો પરંતુ અમે તમારી સામે લડીશું અને તમને હરાવીશું. આ ચૂંટણીમાં આ લોકોના સુપડા સાફ કરી નાખો. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચૈતર વસાવા આંદોલન ચલાવ્યું અને એમના આંદોલનના કારણે એ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવી પડી. આદિવાસી લોકોના વિકાસનો ફંડ નરેન્દ્ર મોદીની રેલીઓમાં ખર્ચાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીની રેલીમાં સાત કરોડનું સ્ટેજ બનાવવામાં આવ્યો,  બે કરોડના ટોયલેટ બનાવવામાં આવ્યા. આ તમામ રૂપિયા આદિવાસી લોકોના વિકાસ ફંડમાંથી વાપરવામાં આવ્યા. આ કઈ રેલી થઈ રહી છે જેમાં બે કરોડના સમોસા ખવાઈ જાય છે. હવે જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ ભાજપના બધા વોટ ખાઈ જાય.

વધુમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું તો તેના ઉદ્ઘાટનમાં એ સમયના દેશના વડાપ્રધાન રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ કેમ ગયા ન હતા એ મુદ્દે મેં સંસદમાં સવાલ પૂછ્યો હતો. એના પાછળનું કારણ છે કે  રામનાથ કોવિંદ દલિત સમાજથી આવે છે અને દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજથી આવે છે. તો આ લોકો આટલી નફરત કરે કે ભગવાનના મંદિરમાં બેસીને આ લોકો દલિત અને આદિવાસી સાથે બેસીને પૂજા પણ નથી કરતા. તો હવે આવા લોકોની જમાનતો કરાવો છો કે નહીં? પ્રધાનમંત્રીએ વાયદો કર્યો હતો કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપીશું અને બ્લેક મની પાછુ લાવીને દરેકના ખાતામાં 15 લાખ નાખીશું પરંતુ આજે એક પણ વ્યક્તિના ખાતામાં 15 લાખ આવ્યા નથી, પંદર રૂપિયા પણ નથી આવ્યા. નરેન્દ્ર મોદી આજે ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સામે લડે છે પરંતુ જ્યારે ટ્રમ્પ  તેમને બેસવાનું કહે છે તો તેઓ બેસી જાય છે ઊભા થવાનું કહે છે તો ઊભા થઈ જાય છે. નરેન્દ્ર મોદીજીને કહીશ કે તમે હિંમત દેખાડો અને ટ્રમ્પ સામે ઝૂકવાનું બંધ કરો. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં સર્વશ્રેષ્ઠ સ્કૂલો બનાવી, સરકારી સ્કૂલોના ઓરડામાં એસી લાગેલા છે, સ્વિમિંગ પૂલ છે, ટીચરોને વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે, અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા, અમે મહિલાઓ માટે બસ યાત્રા મફત કરી, અમે વીજળી મફત આપી, અમે પાણી પણ મફત આપ્યું. આટલું આપ્યું છતાં પણ દસ વર્ષ સુધી અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીનું બજેટ નફામાં બનાવી રાખ્યું.  25-30 વર્ષમાં ભાજપ સરકાર ગુજરાતમાં સારી સરકારી સ્કૂલો પણ નથી બનાવી શકી. અમારી સરકાર બનશે તો અમે ગામડે ગામડે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું. ચૈતરભાઈને જેમણે જેલમાં નાખ્યા છે એ લોકો પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું . જાતિ ધર્મની રાજનીતિ બહુ થઈ હવે પોતાના સન્માન અને સ્વાભિમાન માટે ઝાડું ચલાવો અને ભાજપાનો સફાયો કરો.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel