મુખ્ય સામગ્રી પર જાઓ

શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

NEET પેપર લીક કાંડમાં વધુ એક વિદ્યાર્થીનીનું બલિદાન. પરીક્ષાની તૈયારી માટે લીધેલા દેવાના બોજ હેઠળ દબાયેલી દીકરીની આત્મહત્યાથી દેશમાં આક્રોશ. ગોપાલ રાયે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતુ કે પેપર લીકની બલિવેદી પર ભારતની વધુ એક દીકરીએ બલિદાન આપ્યુ છે. મીડિયા મારફતે એવી ખબર આવી રહી છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. નીટ પરીક્ષાની તૈયારી માટે તેના પરિવારે ત્રણ લાખ રૂપિયાનું કર્જ લીધું હતું. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, "મમ્મી-પપ્પા, હું ફરીથી પરીક્ષા આપવાની હિંમત કરી શકતી નથી." આ પહેલી દીકરી નથી. 

નીટ પેપર લીક કાંડના કારણે અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ઘણા પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે. લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ જે માનસિક યાતના સહન કરી રહ્યા છે, વાલીઓ જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે અને શિક્ષકો જે વ્યથાનો સામનો કરી રહ્યા છે, તે તમામ બાબતોને અવગણીને દેશના દરેક ખૂણામાંથી વિદ્યાર્થીઓનો અવાજ ઉઠી રહ્યો છે.

ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી માંગ ઉઠી રહી છે કે આ તમામ ગડબડીઓની જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. પરંતુ એ સમજણની બહારની વાત છે કે લોકોના જીવ જઈ રહ્યા છે અને શિક્ષણ મંત્રી પોતાની ખુરશી છોડવા માટે તૈયાર નથી. આજે દરેકના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે. જો સરકાર આનો જવાબ નહીં આપે, તો જનતા, વિદ્યાર્થીઓ અને યુવાનો તેનો જવાબ આપશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ગોપાલ રાય શિક્ષણ મંત્રી NEET paper leak suicide incident 2026 Education Minister Government response to NEET scandal

સંબંધિત સમાચાર