મુખ્ય સામગ્રી પર જાઓ

સુરત બન્યું 'મર્ડર કેપિટલ': 6 મહિનામાં 52 હત્યાઓ બાદ AAP નો હર્ષ સંઘવી પર પ્રહાર

સુરતમાં 6 મહિનામાં 52 હત્યાના બનાવો બાદ આમ આદમી પાર્ટીએ સરકાર પર મોટો હુમલો કર્યો છે. રજનીકાંત વાઘાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ડ્રગ્સ અને દારૂના દુષણ દ્વારા સુરતને 'મર્ડર કેપિટલ' બનાવવાનો આક્ષેપ કર્યો છે. સુરતની કથળતી કાયદો-વ્યવસ્થા વિશે સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

સુરત બન્યું 'મર્ડર કેપિટલ': 6 મહિનામાં 52 હત્યાઓ બાદ AAP નો હર્ષ સંઘવી પર પ્રહાર

સુરત : આમ આદમી પાર્ટીના સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા છ મહિનામાં 52 હત્યાઓ થઈ, એનો મતલબ કે ગુજરાતમાં અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં કાયદો વ્યવસ્થાની કોઈ વ્યવસ્થા નથી. કાયદો અને વ્યવસ્થા એ સ્તરે પડી ભાંગી છે કે સુરતમાં ચાકુ લઈને ફરનારા, ગન લઈને ફરનારા લોકોને અને હત્યારાઓને પોલીસનો હવે કોઈ ડર રહ્યો નથી. સુરત એક ગ્રોથ એન્જિન સમાન શહેર છે અને કહેવાતું હતું કે સુરતમાં કોઈપણ વ્યક્તિ પરિવાર અને બાળકો સાથે શાંતિથી જીવન જીવી શકે પરંતુ હર્ષ સંઘવીએ સુરતને આજે એ લેવલ પર લાવી દીધું કે આજે સુરત મર્ડર કેપિટલ બની ગયું છે. ધાક ધમકી, હાફ મર્ડર કેસ, છેડતીની વાત હું નથી કરતો કારણ કે એવા કેસ તો હજારો બને છે.

આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જે 52 હત્યાઓ થઈ છે એમાં ભાજપના નેતાના દીકરાની પણ હત્યા થઈ છે. સુરતમાં હર્ષ સંઘવી અને તેમની પોલીસ સદંતર નિષ્ફળ છે. જે લોકોના મર્ડર થયા છે એમાં 95 ટકા લોકો હિન્દુ છે. ક્રાઈમની બાબતમાં દેશના ટોપ 3 શહેરોમાં હવે સુરત આવી ગયું. સુરતના લોકો હવે ફફડી રહ્યા છે કે રાત્રે કઈ રીતે રસ્તા પર નીકળવું. હર્ષ સંઘવીની પોલીસ દાદાગીરી કરવી હોય તો સામાન્ય માણસો પર કરશે અને દંડ ઉઘરાવવો હોય તો સામાન્ય માણસને દબાવે પરંતુ ડ્રગ્સ અને દારૂના ધંધા બંધ કરાવવા માટે તેઓ સક્ષમ નથી. આમ આદમી પાર્ટી સતત કહી રહી છે કે હર્ષ સંઘવીના ગૃહમંત્રી બન્યા પછી સમગ્ર સુરતની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ એ હદે વધ્યું છે અને દારૂની રેલમછેલ થઈ રહી છે એનાથી નશાખોરી વધી છે, જેના કારણે હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. કેન્દ્રમાં, રાજ્યમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપને સતત સત્તા આપી છતાં પણ આજે સામાન્ય લોકોને શાંતિથી જીવન જીવવાનો અધિકાર કે વાતાવરણ પણ તમે આપતા નથી.

બીજી બાજુ હર્ષ સંઘવીની પોલીસ મીડિયાની ધમકાવે, મીડિયાવાળા લોકોને મારે, સામાન્ય માણસોને ધમકાવે, ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરાવે,  લુચ્ચા લફંગા અને ડ્રગ્સના ધંધા કરવાવાળા લોકોને પોષણ આપે. કોઈ પોલીસ સ્ટેશનમાં ભાજપના લોકોની કાળી કરતુતોની ફરિયાદ કરવા જાય તો તેને ધાકધમકી આપીને દબાવીને બેસાડી દેવામાં આવે છે. ગુજરાતના તમામ લોકોને કહેવા માગું છું કે ક્યાં સુધી આ રીતનું વાતાવરણ આપણે સહન કરીશું? શું આવા 8 પાસ વ્યક્તિના ભરોસે આપણે ગુજરાતને છોડી શકીએ? તો લોકો હવે થોડી હિંમત કરે અને પોતે ઉભા થવાની કોશિશ કરી એવી અપીલ છે અને આપ તમામ લોકોને આમ આદમી પાર્ટી ટેકો આપશે, અમે તમારા માટે લડીશું અને ભાજપની ચુંગાલમાંથી સુરતને અને ગુજરાતને છોડાવીશું.

Tags: આમ આદમી પાર્ટી AAP આમ આદમી પાર્ટી (AAP) AAP GUJARAT aap news આમ આદમી પાર્ટી ગુજરાત સુરત

સંબંધિત સમાચાર