સામગ્રી
3 લીટર દૂધ
5 ચમચી ખાંડ
2 કપ બદામ
2 કપ પિસ્તા
ઇલાયચી પાવડર
2 ચમચી કેસર
બનાવવાની રીત
- રબડી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો અને એમાં ફુલ ફેટ દૂધ ગરમ કરવા મુકો.
- પહેલા ફાસ્ટ ગેસે દૂધનો એક ઉભરો લાવી દો અને પછી ગેસ ધીમો કરીને દૂધને ઉકળવા દો.
- હવે એક નાની વાટકી લો અને એમાં કેસર અને ત્રણથી ચાર ચમચી દૂધ લો.
- ત્યારબાદ આ દૂધ ગરમ કરવા મુકો અને 1 મિનિટ માટે ઉકાળો. આમ કરવાથી દૂધમાં કેસરનો કલર સારો આવશે અને સ્મેલ પણ મસ્ત આવશે.
- દૂધ બરાબર ઉકળવા લાગે અને ઘટ્ટ થઇ જાય ત્યારે એમાં ખાંડ ઉમેરો.
- ખાંડ ઉમેર્યા પછી દૂધને સતત હલાવતા રહો. આમ કરવાથી દૂધ નીચે ચોંટશે નહિં અને ટેસ્ટ પણ સારો આવશે.
- દૂધમાં ખાંડ ઓગળવા લાગે એટલે એમાં બદામ, પિસ્તા એડ કરો. બદામ અને પિસ્તા તમારે મોટા કટ કરવાના નથી. તમારે બદામ અને પિસ્તાની કતરણ કરવાની છે.
- ત્યારબાદ એક વાટકીમાં બનાવેલું કેસરવાળુ દૂધ એડ કરો.
- કેસરનું દૂધ એડ કરવાથી રબડીનો કલર બદલાઇ જશે અને સ્મેલ પણ મસ્ત આવશે.
- ત્યારબાદ આમાં ઇલાયચી પાવડર એડ કરો.
- ઇલાયચી પાવડર એડ કર્યા પછી 5 થી 7 મિનિટ માટે ગેસ પર થવા દો, આમ કરવાથી સ્મેલ સારી આવે છે.
- હવે તમે ધ્યાનથી જોશો તો દૂધ ઘટ્ટ થવા લાગશે. જ્યારે દૂધ બરાબર ઉકળીને ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે રબડી.
- આ રબડીને તમે ફ્રિજમાં મુકીને ઠંડી કરીને પણ પી શકો છો.


