મુખ્ય સામગ્રી પર જાઓ

ટીએમસી ટ્રાન્સફોર્મર્સનો IPO: રૂ. 550 કરોડના ફ્રેશ ઇશ્યૂ માટે સેબીમાં DRHP ફાઇલ

ટીએમસી ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે IPO દ્વારા રૂ. 550 કરોડ એકત્ર કરવા સેબીમાં DRHP ફાઇલ કર્યું છે. જાણો કંપનીના બિઝનેસ પોર્ટફોલિયો, રેલવે પ્રોજેક્ટ્સ અને નાણાકીય વિકાસની વિગતો.

ટીએમસી ટ્રાન્સફોર્મર્સનો IPO: રૂ. 550 કરોડના ફ્રેશ ઇશ્યૂ માટે સેબીમાં DRHP ફાઇલ

ભારતમાં અગ્રણી ટ્રાન્સફોર્મ ઉત્પાદક તથા વિવિધ પ્રકારના ટ્રાન્સફોર્મર અને વોલ્ટેજ ક્લાસમાં કાર્યરત ટીએમસી ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

 

હ્રદય નારાયણ આર. શુક્લા કંપનીના પ્રમોટર છે.

 

આ ઓફરમાં રૂ. 550 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત રૂ. 10 છે.

 

કંપની બીઆરએલએમ સાથે પરામર્શ કરી રહી છે તથા આરઓસી સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા લાગુ કાયદા હેઠળ પરવાનગી મૂજબ રૂ. 110 કરોડ ("પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ") સુધીના સ્પેસિફાઇડ સિક્યોરિટીઝના ઇશ્યૂ પર વિચાર કરી શકે છે.

 

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ગુજરાતમાં હાલોલ ખાતે 78,000 એમવીએની કુલ સ્થાપિત ક્ષમતા સાથે ગ્રીનફિલ્ડ એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ (ઇએચવી) ટ્રાન્સફોર્મર ઉત્પાદન સુવિધા ("પ્રસ્તાવિત સુવિધા") સ્થાપવા માટેનો પ્રસ્તાવ ધરાવે છે, જે કંપનીની વધતી જતી કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આંશિક ભંડોળ પૂરું પાડે છે.

 

કંપની ઇન્ટિગ્રેટેડ, ડિઝાઇન-આધારિત મેન્યુફેક્ચરિંગ મોડેલ ઉપર કામ કરે છે તેમજ 160 મેગા વોલ્ટ-એમ્પ (એમવીએ) / 220 કિલોવોલ્ટ (કેવી) ક્લાસ સુધીના ઓઇલ ભરેલા ટ્રાન્સફોર્મર્સ, 20 એમવીએ / 36 કેવી ક્લાસ સુધીના ડ્રાય-ટાઇપ ટ્રાન્સફોર્મર્સ અને 3 એમવીએ / 36 કેવી ક્લાસ સુધીના કોમ્પેક્ટ સબ-સ્ટેશનનો સમાવેશ કરીને એક વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરે છે, જે ગ્રાહકની વિશિષ્ટ ટેક્નિકલ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવે છે.

 

કંપની ભારતના ખૂબજ ઓછા ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરર્સ પૈકીની એક છે કે જેની પાસે રેલવે, રિન્યૂએબલ એનર્જી, મેટ્રો, ઇન્ડસ્ટ્રીયલ, ડિસ્કોમ અને અન્ય અગ્રણી હાઇ-ગ્રોથ એન્ડ-યુઝર સેક્ટર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા અને સર્ટિફિકેશન છે. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ).

 

ટીએમસી ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) ભારતમાં 2×25 કેવી ટ્રેક્શન સબસ્ટેશન માટે જરૂરી તમામ ક્લાસના ટ્રાન્સફોર્મર્સ માટે આરડીએસઓ દ્વારા પ્રમાણિત એકમાત્ર ટ્રાન્સફોર્મર ઉત્પાદક છે. (સ્ત્રોત: ક્રિસિલ રિપોર્ટ). તે ભારતીય રેલવે દ્વારા હાઇ-વોલ્ટેજ રેલ નેટવર્ક ઇલેક્ટ્રિફિકેશનમાં જમાવટ માટે 100 એમવીએ / 220 કેવી સ્કોટ-કનેક્ટેડ ટ્રેક્શન ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરવા માટે આરડીએસઓ દ્વારા પ્રમાણિત એકમાત્ર બે ભારતીય ઉત્પાદકો પૈકીનું એક છે તેમજ ક્રિસિલ રિપોર્ટ મૂજબ આ એપ્લિકેશનો માટે 100 એમવીએ / 230 કેવી સ્કોટ-કનેક્ટેડ ટ્રેક્શન ટ્રાન્સફોર્મર્સ માટે મંજૂર કરાયેલ પ્રથમ અને એકમાત્ર ઉત્પાદક છે.

 

કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ કંપની નાણાકીય વર્ષ 2024થી નાણાકીય વર્ષ 2026 દરમિયાન સૌથી ઝડપથી વૃદ્ધિ સાધતી ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક છે, જેમાં તેણે 29.83 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ કરી છે. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). કંપનીનું નાણાકીય વર્ષ 2026માં 43.01 ટકાનું સૌથી વધુ ગ્રોસ પ્રોફિટ માર્જીન હતું અને નાણાકીય વર્ષ 2025માં તમામ પિઅર્સ વચ્ચે 38.57 ટકા હતું, જે માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ, અમલીકરણની ક્ષમતાઓ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને ખર્ચ કાર્યક્ષમતા દર્શાવે છે, તેમ ક્રિસિલ રિપોર્ટમાં જણાવ્યું હતું.

 

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર સ્ટોક એક્સચેન્જીસ જેમ કે બીએસઇ લિમિટેડ ("બીએસઇ") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ("એનએસઇ" અને બીએસઇ સાથે મળીને, "સ્ટોક એક્સચેન્જ") ઉપર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.

 

આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

Tags: શેરબજાર સમાચાર SEBI DRHP અપકમિંગ IPO TMC Transformers IPO ટીએમસી ટ્રાન્સફોર્મર્સ આઇપીઓ

સંબંધિત સમાચાર