પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેના કુશળ માર્ગદર્શન હેઠળ મંડળના વિવિધ વિભાગોની ટીમ દ્વારા પાછલા દિવસોમાં થયેલા સતત ભારે વરસાદ અને તેનાથી ઉદ્ભવેલા પરિચાલન સંબંધી પડકારો દરમિયાન "Passenger First, Always" ના પોતાના સંકલ્પને ચરિતાર્થ કરતા અંકલેશ્વર તેમજ ભરૂચ રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધા, સુરક્ષા તેમજ સહાય માટે વ્યાપક પ્રબંધો કરવામાં આવ્યા.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર મુંબઈ મંડળમાં નાલાસોપારા - વિરાર રેલ ખંડ પર જલભરાવના કારણે મુંબઈ મંડળમાં રેલ પરિચાલન પ્રભાવિત થયું, જેના પરિણામસ્વરૂપ વડોદરા મંડળમાં પણ કેટલીક લાંબા અંતરની ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી. આ પરિસ્થિતિમાં પણ વડોદરા મંડળે મુસાફરોને સંભવ તમામ સહાય પહોંચાડવાના પ્રયાસો કર્યા.
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વાણિજ્ય વિભાગ, રેલવે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), સ્ટેશન પ્રબંધન તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા પરસ્પર સમન્વય સ્થાપિત કરીને રાહત તેમજ સહાય કાર્યો અસરકારક રીતે સંચાલિત કરવામાં આવ્યા. આશરે 200 થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે સુરત જનારી ટ્રેનોમાં સમાયોજિત કરવામાં આવ્યા. જરૂરિયાત ઊભી થવા પર વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા માટે GSRTC ની બસોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી, જોકે અંતે તેની જરૂરિયાત ન પડી. વા
ણિજ્ય વિભાગ દ્વારા મુસાફરોને રાહત આપવા માટે 700 થી વધુ રિફ્રેશમેન્ટ પેકેટ, મમરા તેમજ બિસ્કિટ વિતરિત કરવામાં આવ્યા. આ ઉપરાંત 4 વિશેષ કાઉન્ટર (UTS, PRS, TDR સહાય અને સહયોગ ડેસ્ક) ખોલવામાં આવ્યા તથા 14 થી વધુ વાણિજ્યિક કર્મચારીઓને સુચારુ સંચાલન તેમજ મુસાફરોની સહાય માટે તૈનાત કરવામાં આવ્યા. તમામ મુસાફરોની ફરિયાદો તેમજ સહાય સંબંધી જરૂરિયાતોનું સમયબદ્ધ નિવારણ સુનિશ્ચિત કરવામાં આવ્યું.
આ જ રીતે ભરૂચ રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વિશેષ હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યું. આશરે 250 મુસાફરોને ટ્રેન સંખ્યા 19012 માંથી ટ્રેન સંખ્યા 22195 માં સ્થાનાંતરિત કરીને તેમની યાત્રા સુગમ બનાવવામાં આવી. રિફંડ મેળવવા ઈચ્છતા મુસાફરોની સુવિધા માટે વધારાના કાઉન્ટર ખોલવામાં આવ્યા તથા સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ (NGOs) ના સહયોગથી પ્રભાવિત મુસાફરોને અલ્પાહાર તેમજ આવશ્યક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી.
મુસાફરોને ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં નિયમિત જાહેરાતો (અનાઉન્સમેન્ટ) ના માધ્યમથી અદ્યતન માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી તથા તેમની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે વિશેષ સહાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
આ પ્રયાસોના પરિણામસ્વરૂપ પ્રભાવિત મુસાફરોને સમયસર સહાય મળી, સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત થઈ તથા રિફંડ તેમજ અન્ય સેવાઓનો ત્વરિત નિકાલ કરી શકાયો. આખા અભિયાન દરમિયાન મંડળના રેલ કર્મચારીઓએ સમર્પણ, શિસ્ત તેમજ સંવેદનશીલતાનો પરિચય આપતા મુસાફરોની સંભવ તમામ સહાય કરી.
વડોદરા મંડળ મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક તેમજ વિશ્વસ્તરીય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિરંતર કટિબદ્ધ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મંડળનો પ્રત્યેક કર્મચારી "Passenger First, Always" ના સિદ્ધાંતને અનુરૂપ મુસાફરોની સેવામાં પૂરી નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છે.