અક્ષય કુમારની 'બડે મિયાં છોટે મિયાં' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ તસવીરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન અક્ષયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં તેણે પોતાના વીતેલા દિવસોને યાદ કરતો એક કિસ્સો શેર કર્યો છે.