મુસાફરોની સુવિધા તથા વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ–પટના–અમદાવાદ સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનના ફેરાઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેની વિગતો નીચે મુજબ છે—
• ટ્રેન નં. 09447 અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 12 ઓગસ્ટ, 2026 સુધી (એક વધારાના ફેરા સાથે) દોડાવવામાં આવશે.
• ટ્રેન નં. 09448 પટના–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 14 ઓગસ્ટ, 2026 સુધી (એક વધારાના ફેરા સાથે) દોડાવવામાં આવશે.
ટ્રેન નં. 09447 માટેનું બુકિંગ 06 ઓગસ્ટ, 2026થી તમામ પી.આર.એસ. કાઉન્ટરો તેમજ આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો જાણવા માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.