મુખ્ય સામગ્રી પર જાઓ

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે અંડરપાસ હંગામી ધોરણે રહેશે બંધ

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળ દ્વારા મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર આવેલ ત્રણ રેલવે અંડરપાસ (RUB) ને ચોમાસાના સમયગાળા દરમિયાન ભારે વરસાદ હોવાની સ્થિતમાં 10 જુલાઈ, 2026 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે અંડરપાસ હંગામી ધોરણે રહેશે બંધ

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળ દ્વારા મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર આવેલ ત્રણ રેલવે અંડરપાસ (RUB) ને ચોમાસાના સમયગાળા દરમિયાન ભારે વરસાદ હોવાની સ્થિતમાં 10 જુલાઈ, 2026 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે —

• રેલવે અંડરપાસ (RUB) નંબર 41A – વડનગર સિટી પાસે (કેસિંપા ખેતરોનો માર્ગ વિસ્તાર)

• રેલવે અંડરપાસ (RUB) નંબર 16D – વિસનગર સિટી પાસે (શેરડીનગર થી કાંસા વિસ્તાર)

• રેલવે અંડરપાસ (RUB) નંબર 22A – મસ્તાન નગર સોસાયટી, વડનગર દરવાજા 

અમદાવાદ મંડળ સામાન્ય નાગરિકોને વિનંતી કરે છે કે આ સમયગાળામાં રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલ સુરક્ષા નિર્દેશોનું પાલન કરે તથા ભારે વરસાદ દરમિયાન આ રેલવે અંડરપાસોનો ઉપયોગ કરવાથી બચે.

Tags: વરસાદ અંડરપાસ રેલવે સેક્શન

સંબંધિત સમાચાર