મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર

આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા પરંતુ માત્ર ખર્ચા બમણા થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.

ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસેને દિવસે કફોડી થતી જાય છે. આ વાત માત્ર હું નથી કહેતો પરંતુ તાજેતરના આંકડા પણ એ જ દર્શાવે છે. છેલ્લા આંકડા મુજબ ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર ₹૧૨,૬૦૦ની આસપાસ નોંધાઈ છે. ભાજપ ખેડૂતોના મત લેવા માટે ડંફાસો મારતું હતું કે અમે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું. આજે ૨૦૨૬ આવવા છતાં આવક તો બમણી થઈ નથી, પરંતુ દવા, બિયારણ અને ખાતરના ભાવ વધવાથી ખેડૂતોનો ખર્ચ ચોક્કસ બમણો થઈ ગયો છે.

’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે બીજી તરફ, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ખેડૂતોની માસિક આવક ₹૨૬,૭૦૦ નોંધાઈ છે, જે ગુજરાત કરતાં ઘણી વધારે છે અને આખા દેશમાં બીજા નંબરે આવે છે. તેથી હું ગુજરાતના ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે હવે આપણે સમજવાની જરૂર છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરનારાઓએ પોતાની આવક બમણી કરી પોતાના બંગલા બનાવી લીધા છે અને ખેડૂતોને ₹૧૨,૦૦૦ની આવકે રઝળતા છોડી દીધા છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં ટૂંક સમયમાં ખેડૂતોની આવક વધારી આપી છે. તેથી આપણી માસિક આવકમાં સુધારો કરવા માટે તમામ ખેડૂતો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપે અને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરે. 

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: Gujarat Politics News AAP Kisan Morcha Gujarat Punjab vs Gujarat farmer income 2026 Praveen Ram farmer income Gujarat

સંબંધિત સમાચાર