પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ–પાલનપુર રેલખંડ પર આવેલા કલોલ સ્ટેશન ખાતે રેલવે ક્રોસિંગ નંબર 232 પર રોડ ઓવર બ્રિજ (ROB)ના નિર્માણ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવા માટે બ્લોક લેવામાં આવશે. આના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ રહેનારી ટ્રેન
ટ્રેન નંબર 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ એક્સપ્રેસ: 27 ઑક્ટોબર, 2026 ના રોજ આ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
સંપૂર્ણપણે રદ રહેનારી ટ્રેનો
ટ્રેન નંબર 69249 સાબરમતી–કટોસણ રોડ મેમુ: 26 ઑક્ટોબર, 2026 ના રોજ રદ રહેશે.
ટ્રેન નંબર 69250 કટોસણ રોડ–સાબરમતી મેમુ: 27 ઑક્ટોબર, 2026 ના રોજ રદ રહેશે.
ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ–વડેઠા મેમુ: 26 અને 27 ઑક્ટોબર, 2026 ના રોજ રદ રહેશે.
ટ્રેન નંબર 69208 વડેઠા–ગાંધીનગર કેપિટલ મેમુ: 27 અને 28 ઑક્ટોબર, 2026 ના રોજ રદ રહેશે.
ટ્રેન નંબર 79434/79435 પાટણ–સાબરમતી–પાટણ ડેમુ: 27 ઑક્ટોબર, 2026 ના રોજ રદ રહેશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.