અમદાવાદ / સુરેન્દ્રનગર / મોરબી / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને સાંભળવા મળ્યું છે કે, ખેડૂતોના સમર્થનમાં એક મંત્રીના ભાઈ આવ્યા, તો તેમના ત્યાં પણ રેડ પડી. રેડ તો પડવાની કારણ કે ભાજપ ખેડૂતોની થોડી છે? ભાજપ તો કંપનીઓ માટે કામ કરે છે. એ તો આપણે ખેડૂતો ભોળા છીએ કે જેઓ જાતિ-જ્ઞાતિ આધારે કમળ પર બટન દબાવીએ છીએ. ખેડૂતો વિચારે છે કે “મારા મામા ઊભા છે, કાકા ઊભા છે, બનેવી ઊભા છે” એ આધારે બટન દબાવીએ છીએ. ભાજપ તો કંપનીઓ માટે છે, તો એ એની રીતે બરાબર કરી રહી છે કારણ કે કંપનીઓના ભાઈબંધો જ વિધાનસભામાં બેઠા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિચારવા જેવી વાત છે કે મંત્રીના ભાઈ ખેડૂતોના સમર્થનમાં આવ્યા અને મોરબી જેતપરમાં એમના ત્યાં ફેક્ટરીઓમાં રેડ પડી. તો હજી પણ જાગવાનો સમય છે. જે પણ માણસ ખેડૂતોના સમર્થનમાં બોલશે, એના આવા જ હાલ થશે એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે, આ તો હવે હદ થઈ ગઈ. મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ખેડૂતો, ખેત મજૂરો, મહિલાઓ, નાના વેપારીઓ, યુવાનો, આઉટસોર્સિંગના કર્મચારીઓ, આશાવર્કર બહેનો સહિત તમામ લોકો જાગશે.