યાત્રીઓની સુવિધા તથા ગ્રીષ્મકાલીન અને આગામી તહેવારો દરમિયાન વધતી યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવે એ અમદાવાદ-દરભંગા તથા ગાંધીધામ-ભાગલપુર વિશેષ ભાડાની સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર આરએલડીએ (RLDA) કામને લીધે આ ટ્રેનોનું સંચાલન પરિવર્તિત માર્ગથી કરવામાં આવશે.
ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્રવાર) ના ફેરાનું 03 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક સોમવાર) ના ફેરાનું 06 જુલાઈ, 2026 થી 03 ઓગસ્ટ, 2026 સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.
આ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, ગુના, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, મુજફ્ફરપુર અને સમસ્તીપુર થઈને ચાલશે.
ટ્રેન નંબર 09451/09452 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્વાર) ના ફેરાનું 03 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક સોમવાર) ના ફેરાનું 06 જુલાઈ, 2026 થી 03 ઓગસ્ટ, 2026 સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.
આ ટ્રેન પરિવર્તિત માર્ગ ભચાઉ, સામાખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિન્ડૌન સિટી, બયાના જંકશન, ભરતપુર, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની જંકશન, બેગૂસરાય, મુંગેર, સુલ્તાનગંજ અને ભાગલપુર થઈને ચાલશે.
ટ્રેન નંબર 09465 અને 09451 નું બુકિંગ 01 જુલાઈ, 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.