મુખ્ય સામગ્રી પર જાઓ

રેશનિંગ દુકાનદારો માટે ખુશખબર: રાજ્ય સરકાર દ્વારા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કામ કરતા ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને મોટી રાહત આપી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અનાજના વિતરણ પર મળતા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો કરવામાં આવ્યો છે.

રેશનિંગ દુકાનદારો માટે ખુશખબર: રાજ્ય સરકાર દ્વારા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો

ગુજરાત સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવના દુકાન સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનમાં વૃદ્ધિ કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને  ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર વાજબી ભાવના દુકાન સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 150 કમિશન ચૂકવવામાં આવતું હતું તેમાં રૂ. 35નો વધારો કરવામાં આવ્યો છે. આમ, હવે પ્રતિ ક્વિન્ટલ રૂ. 185 કમિશન ચૂકવવામાં આવશે.

 

મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી શ્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના 17,000થી વધુ રેશનિંગની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે.

 

આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ, 2026થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે.

 

અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના ઠરાવ મુજબ વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે રૂ. 67.20 કરોડની જોગવાઈ કરી છે.

 

વાજબી ભાવની દુકાનના સંચાલકોએ વાહન-વ્યવહાર, મજૂરી ખર્ચ, જાળવણી તેમજ અન્ય સંચાલન ખર્ચમાં વધારાને અનુલક્ષીને આર્થિક સહયોગની માગ કરી હતી. નોંધપાત્ર બાબત એ છ કે આ મંજૂરીથી જાહેર વિતરણ પ્રણાલીના સંચાલન વધુ સુદ્રઢ બનશે. અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ કરોડો પાત્રતા ધરાવતાપરિવારો સુધી અનાજ વિતરણ વધુ સરળતાથી થશે.

 

ઠરાવ મુજબ વધારેલા કમિશન માટે ફાળવાયેલા રૂ. 67.20 કરોડમાંથી રૂ. 52.61 કરોડ સામાન્ય શ્રેણી હેઠળ, રૂ. 4.11 કરોડ અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ તેમજ રૂ. 10.48 કરોડ જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ ખર્ચવામાં આવશે.

Tags: ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આર્થિક સહાય NFSA Chief Minister Bhupendra Patel announcement Fair Price Shop Dealers Gujarat NFSA commission update Ration shop commission increase Gujarat Gujarat government PDS policy વાજબી ભાવની દુકાન જાહેર વિતરણ પ્રણાલી વહીવટી ખર્ચ કમિશનમાં વધારો રેશનિંગ દુકાન સંચાલક અન્ન સુરક્ષા

સંબંધિત સમાચાર