મુખ્ય સામગ્રી પર જાઓ

વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક: ડૉ.કાયનાત અંસારી આથા AAP

વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

અમદાવાદ / કચ્છ / ગુજરાત : AAP ના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ વિડિઓના માધ્યમથી ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે. છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક છે. ભાજપ સરકાર તો દાવા કરે છે કે ગુજરાતમાં તો મહિલાઓ રાત્રે ૨ વાગે પણ સુરક્ષિત છે. પરંતુ જમીની હકીકત આ દાવાઓની પોલ ખોલે છે. આખરે આપણી દીકરીઓની અને મહિલાઓની સુરક્ષાની જવાબદારી કોની છે?

વધુમાં AAP નેતા ડૉ.કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, સરકારે ખાલી પ્રચાર અને સોશિયલ મીડિયાના તાયફાઓથી હટીને મહિલાઓને સુરક્ષા આપવી પડશે. જે અપરાધી છે એ લોકોના મનમાં કાનૂનનો ડર હોવો જરૂરી છે. દીકરીઓને એટલી સુરક્ષા તો મળવી જોઈએ કે તેઓ બહાર ભણવા જાય કે નોકરી કરવા જાય તો એમના માં-બાપ ભયમુક્ત થઈને એમને મોકલે. હવે મને લાગે છે કે ગુજરાતની જનતા ફક્ત આશ્વાસન નહીં પરંતુ જવાબદેહી અને જવાબદારી ઈચ્છે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ડૉ.કાયનાત અંસારી

સંબંધિત સમાચાર