આસામ સરકારે આજે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ લોને રદ્દ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમને X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં દાખલ કરીને અમારી પુત્રીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે." આજે આસામ કેબિનેટની બેઠકમાં, અમે અસમ રિપીલિંગ બિલ 2024 દ્વારા આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આસામ સરકારનો મોટો નિર્ણય, મુસ્લિમ લગ્ન કાયદો રદ્દ, CM હિમંતા વિશ્વ શર્માએ 'X' પર આપી માહિતી
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી આપી હતી કે આસામ કેબિનેટે મુસ્લિમ લગ્ન કાયદાને રદ્દ કરી દીધો છે.
સંબંધિત સમાચાર
પંજાબના તરનતારનમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ; BSF એ બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા
હાપુડમાં ચટણીના વિવાદમાં મહાસંગ્રામ: બ્રેડ પકોડા સાથે આમલીની ચટણી આપતાં હિંસક ઝઘડો, ૪ ઈજાગ્રસ્ત
સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ૩ લોકોના મોત