(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં પુત્રવધૂનાં આપઘાતનાં કિસ્સામાં સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે
મળતી માહિતી અનુસાર ભુપેંદ્રભાઇ ડાહ્યાભાઇ વસાવા રહે.નાના સોરાપાડા હેલંબી ફળીયા તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓએ આપેલી ફરિયાદ મુજબ મરનાર સીમાબેન ભુપેન્દ્રભાઇ ડાહયાભાઇ વસાવા જે અંકિત ભાઇ રામાભાઇ ફતેસિંગભાઇ વસાવાની પત્ની ઉ.વ.આ. ૧૯ રહે.દાભવણ તા.દેડીયાપાડા જી.નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદા નાનીને તેના સસરા રામાભાઇ ફતેસિંગભાઇ વસાવા મુળ રહે દાભવણ તા-ડેડીયાપાડા જી- નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદાનાઓ છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ આપી પુત્ર અંકિત તથા મરનાર પુત્રવધૂ સાથે ઝઘડો કરી કામ બાબતે તથા નાની-મોટી વાતોમાં વાંક કાઢી ગાળો આપી માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરનાર એ કંટાળી જતા મરવા માટે મજબુર થઈ મોતીનગર સોસાયટી ખાતે આવેલ જીપ લાઇન રાઇડના લોખંડના સ્ટેન્ડ સાથે નાઇલોનની દોરી વડે સીમાબેનએ ગળે ફાસો ખાઇ લેતા મોત થયું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ
સસરાએ પુત્રવધૂને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પોલીસે તપાસ હાથ ધરી.
સંબંધિત સમાચાર
હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?
સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ યોજાઈ
ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ