તાજેતરમાં પર્યટનને પ્રોત્સાહિત કરવાનાં પગલાંમાં ફિલિપિન્સ સરકારે 14 દિવસ સુધી મુકામ માટે ભારતીય નાગરિકો માટે વિઝા- મુક્ત પ્રવેશની ઘોષણા કરી છે. મુખ્યત્વે પર્યટનને વધારવા સાથે આ નવી નીતિએ દેશમાં તબીબી શિક્ષણને ધ્યાનમાં લેતાં ભારતીય વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો માટે અણધાર્યો લાભ પ્રસ્તુત કર્યો છે. વિઝા- મુક્ત વિંડોને કારણે તેઓ કેમ્પસોની મુલાકાત લઈ શકે, ફેકલ્ટી સાથે વાત કરી શકે, શૈક્ષણિક વાતાવરણ સમજી શકે અને લાંબી વિઝા પ્રક્રિયા હેઠળ પસાર થવાના બોજ વિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરી શકે છે.
“તમારે ક્યાં અભ્યાસ કરવા જવું છે તે જોવું અને મહેસૂસ કરવાથી પરિવારો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આસાનીથી લઈ શકે છે,’’ એમ ટ્રાન્સવર્લ્ડ એજ્યુકેરના મેનેજિંગ ડાયરેક્ટર અને કિંગ્સ ઈન્ટરનેશનલ મેડિકલ એકેડેમીના ડાયરેક્ટર કડવિન પિલ્લેઈએ જણાવ્યું હતું. “ફિલિપિન્સ વિદ્યાર્થીઓને આવકારવા છતાં સૂઝબૂઝપૂર્વકની પસંદગી કરવા તેમને આત્મવિશ્વાસ આપે છે.’’
ફિલિપિન્સ તેના અજોડ લાભોને લીધે ભારતીય તબીબી વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યું છે. તેના પ્રત્યે દોરવાઈ જવાનું એક કારણ સૂચનાનું માધ્યમ અંગ્રેજી છે, જે ભાષાના અવરોધોને દૂર કરે છે, જે મોટે ભાગે વિદ્યાર્થીઓને નોન- ઈન્ગ્લિશ સ્પીકિંગ દેશોનો વિચાર કરવાથી વિદ્યાર્થીઓને રોકતું હોય છે. ઉપરાંત ફિલિપિન્સમાં તબીબી અભ્યાસક્રમ યુએસની શૈક્ષણિક પ્રણાલી પર આધારિત છે, જે શીખવાનું અને સન્મુખતાનું આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રદાન કરે છે.
વધુ એક નોંધપાત્ર લાભ વિદ્યાર્થીઓને તેમના કોર્સમાં ચિકિત્સકીય તાલીમ પણ અપાય છે. ફિલિપિન્સ ઉષ્ણકટિબંધીય દેશ છે અને રોગની શૈલીઓ ભારત જેવી જ છે. આનો અર્થ અહીં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતનમાં ભવિષ્યમાં વ્યવહારનો સામનો કરવાની શક્યતા ધરાવતી તબીબી સ્થિતિઓને સન્મુખતા મળે છે, જેથી તેમને મૂલ્યવાન અને સુસંગત ચિકિત્સકીય અનુભવ મળે છે.


