મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર સ્લેબ દુર્ઘટના: 'આપ' નેતાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી, જવાબદારી નક્કી કરવા માંગ

ગાંધીનગરમાં કુડાસણ ખાતે ગત રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આજે આમ આદમી પાર્ટીની ટીમે સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ અને ગાંધીનગરના ’આપ’ આગેવાનોએ ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી હતી.

ગાંધીનગર સ્લેબ દુર્ઘટના: 'આપ' નેતાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી, જવાબદારી નક્કી કરવા માંગ

અમદાવાદ / ગાંધીનગર  | ગાંધીનગરમાં કુડાસણ ખાતે ગત રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આજે આમ આદમી પાર્ટીની ટીમે સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ અને ગાંધીનગરના ’આપ’ આગેવાનોએ ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી હતી. આ તકે 'આપ'ના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે,અત્યારે અમે આમ આદમી પાર્ટીના સાથીઓ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તમામ પીડિતોની મુલાકાતે આવ્યા છીએ. ગાંધીનગરમાં પણ હવે બિલ્ડિંગો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તેના પરથી આપણે અંદાજ લગાવવો પડશે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ હશે. કોર્પોરેશન, એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટરોની ફક્ત ગમે તે રીતે પ્લાન પાસ કરાવીને કામ આગળ વધારવાની નીતિ ચાલી રહી છે. અન્ય બાબતોમાં ખરેખર જરૂરી પેરામીટર્સ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં આવી બિલ્ડિંગોમાં થયેલો ભ્રષ્ટાચાર હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જો સમયસર સરકાર નહીં જાગે, તો ભવિષ્યમાં હોસ્પિટલોમાં હજુ પણ હજારો પથારીઓની કેપેસિટી વધારવી પડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,આમ આદમી પાર્ટી તરફથી અમારી માંગ છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કોન્ટ્રાક્ટર, એન્જિનિયર, પ્લાન મંજૂર કરનાર અને સુપરવિઝન કરનાર આ તમામની જવાબદારી નક્કી થવી જોઈએ. આ પ્રકારની દુર્ઘટનાથી સેંકડો લોકોના પરિવારને અસર થાય છે, લોકોને પોતાની રોજગારી છોડીને મહિનાઓ સુધી હોસ્પિટલમાં પડી રહેવું પડે છે. ભગવાનનો આભાર કે ઘટના સમયે ઓછા લોકો હાજર હતા, બાકી જો વધારે લોકો કામ કરી રહ્યા હોત તો કેટલી મોટી હોનારત સર્જાઈ હોત! નિર્માણ કાર્યમાં કોઈ પણ સેફ્ટી પ્રોવિઝન કે સિક્યોરિટી પેરામીટર્સ જાળવવામાં આવતા નથી. આવી દુર્ઘટનાઓ પછી મંત્રીઓ માત્ર સાંત્વના આપવા કે ફોટા પડાવવા આવી જાય છે, પરંતુ તેનાથી લોકોના દુઃખનું કોઈ સમાધાન થતું નથી. સરકારને ખાસ વિનંતી છે કે જે લોકો આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને કોર્પોરેશન દ્વારા નિષ્પક્ષ તપાસ થાય, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડી અને તેમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૧૪ જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, જેમાં ૪ લોકો અત્યારે આઈસીયુ (ICU) માં છે અને અન્ય ૮ લોકોની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ અને પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની ભારે બેદરકારી છે. જે સ્લેબ તૂટ્યો છે તે અંગે અમે ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી, તેમાં એક મુખ્ય મુદ્દો બહાર આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર નોર્મલ સપોર્ટ આપવામાં આવ્યો હતો અને ઓવરવેઇટના કારણે આ સ્લેબ ધરાશાયી થયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઈજાગ્રસ્તોમાં એક એવી માતા પણ આઈસીયુમાં છે જેનું ૬ મહિનાનું નાનું બાળક છે. તેથી અમારી એક જ માંગણી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરે. આ દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે અને જેમના પર સ્લેબ પડ્યો છે તે તમામ લોકોને યોગ્ય આર્થિક સહાય અને વળતર આપવામાં આવે. અમે આ બાબતે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું. આ બિલ્ડિંગ કેવી રીતે પડી અને આમાં કોની બેદરકારી છે એ તમામ બાબતોની યોગ્ય તપાસ કરવામાં આવે. 

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: સિવિલ હોસ્પિટલ ગાંધીનગર આમ આદમી પાર્ટી ગુજરાત ડૉ. કરન બારોટ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ કુડાસણ પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા

સંબંધિત સમાચાર