ભારતના રાષ્ટ્રપતિએ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી બ્રિગેડિયર (ડૉ.) બી. ડી. મિશ્રા (નિવૃત્ત) નું રાજીનામું સ્વીકાર્યું છે.
ભારતના રાષ્ટ્રપતિ નીચેના રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂકો પણ કરે છે:-
(i) પ્રો. આશિમ કુમાર ઘોષ હરિયાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
(ii) શ્રી પુષપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
(iii) શ્રી કવિંદર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત.


