મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવેની મોટી કવાયત: સાબરમતીમાં રેલવે કર્મચારીઓને અપાઈ અગ્નિ સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના સાબરમતી લોકોમોટિવ શેડ ખાતે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ અગ્નિ સુરક્ષા અને આકસ્મિક બચાવ ઉપાયો અંગે એક વિશેષ ફાયર મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ એન્જિનિયર શ્રી એસ. પી. ગુપ્તા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સ વૉલિન્ટિયર્સ દ્વારા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને આગની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા, ઇમરજન્સી બચાવ કામગીરી અને અગ્નિશામક યંત્રોના યોગ્ય ઉપયોગ વિશે વ્યવહારિક પ્રદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેની મોટી કવાયત: સાબરમતીમાં રેલવે કર્મચારીઓને અપાઈ અગ્નિ સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના લોકોમોટિવ શેડ સાબરમતીમાં તારીખ 19.05.2026 ના રોજ અધિકારીઓ, સુપરવાઈઝર્સ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ફાયર મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.

આ અવસર પર સિવિલ ડિફેન્સ વૉલિન્ટિયર્સ દ્વારા કર્મચારીઓને અગ્નિ સુરક્ષાથી સંબંધિત જરૂરી તકેદારીઓ, આગ લાગવાની સ્થિતિમાં અપનાવવામાં આવનારા સુરક્ષા ઉપાયો તથા અગ્નિશામક યંત્રોના યોગ્ય અને અસરકારક ઉપયોગ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. સાથે જ મૉક ડ્રિલ મારફતે આગ લાગવાની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા અને બચાવ કામોનું વ્યવહારિક પ્રદર્શન પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ મંડળ એન્જિનિયર સાબરમતી, શ્રી એસ. પી. ગુપ્તા દ્વારા કર્મચારીઓને કામના સ્થળે સુરક્ષા અને સંરક્ષા નિયમોનું પાલન કરવા, આગથી બચાવ માટે હંમેશા સતર્ક રહેવા તથા કોઈપણ આકસ્મિક સ્થિતિમાં તાત્કાલિક અને સુરક્ષિત કાર્યવાહી કરવા અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા.

તેમણે કહ્યું કે આ પ્રકારના તાલીમ કાર્યક્રમ કર્મચારીઓની સુરક્ષા જાગૃતિ વધારવાની સાથે-સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતાને પણ સુદ્રઢ કરે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓએ ફાયર-સેફ્ટી સંબંધિત માહિતીઓને ગંભીરતાથી સમજી તથા ભવિષ્યમાં સુરક્ષા પરિમાણોના પાલન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Tags: પશ્ચિમ રેલવે લોકોમોટિવ શેડ મૉક ડ્રિલ

સંબંધિત સમાચાર