મુખ્ય સામગ્રી પર જાઓ

રેલવેની નવી જાહેરાત: અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે આ તારીખ સુધી ચાલશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. હવે મુસાફરો 10 અને 12 જૂન સુધી આ ટ્રેનનો લાભ લઈ શકશે. બુકિંગ અને સમય વિશેની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

રેલવેની નવી જાહેરાત: અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે આ તારીખ સુધી ચાલશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન નું વિવરણ નીચે મુજબ છે:

• ટ્રેન નં. 09447 અમદાવાદ – પટના સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 03 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 10 જૂન, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

• ટ્રેન નં. 09448 પટના – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 05 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 12 જૂન, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

ટ્રેન સંખ્યા 09447ના વિસ્તૃત ફેરા માટે બુકિંગ 09-06-2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના તથા સમય અંગે વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov પર મુલાકાત લઈ શકે છે. 

Tags: Western Railway train extension Ahmedabad Patna Special Train Indian Railways booking update IRCTC ટિકિટ બુકિંગ 2026 Ahmedabad to Patna train schedule Train fare extension notification IRCTC ticket booking 2026 Special train news Gujarat અમદાવાદ થી પટના ટ્રેન સમયપત્રક સ્પેશિયલ ટ્રેન સમાચાર ગુજરાત ઇન્ડિયન રેલવે બુકિંગ અપડેટ અમદાવાદ પટના સ્પેશિયલ ટ્રેન

સંબંધિત સમાચાર