મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સુરતમાં તાપી ઇન્ટેકવેલમાં ગંભીર ખામી! AAPના રામ ધડુકે કહ્યું – પૂરનું બહાનું બનાવી જનતાના કરોડો વેડફાશે, તાત્કાલિક તપાસ જરૂરી

સુરત તાપી નદીમાં ઇન્ટેકવેલ ઝૂકીને જોખમમાં! AAP નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર પહોંચી સ્થિતિ જોઈ, કહ્યું – ટેકનિકલ ખામીઓથી કરોડોનું નુકસાન થશે, તાત્કાલિક સ્ટ્રક્ચરલ ચેક કરો અને જવાબદારો સામે કાર્યવાહી કરો. પૂરનું બહાનું ન બને. વાંચો વિગતો.

સુરતમાં તાપી ઇન્ટેકવેલમાં ગંભીર ખામી! AAPના રામ ધડુકે કહ્યું – પૂરનું બહાનું બનાવી જનતાના કરોડો વેડફાશે, તાત્કાલિક તપાસ જરૂરી

અમદાવાદ/સુરત/ગુજરાત : સુરતમાં તાપી નદીમાં બની રહેલ ઇન્ટેકવેલ એક તરફ ઝૂકી ગયો છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર જઈને પરિસ્થિતિને ગંભીરતા જાણી હતી. આ મુદ્દા પર AAP નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે સુરતમાં પાણી માટે કરોડોના ખર્ચે ઇન્ટેકવેલ બનાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ દરમિયાન કામગીરી ચાલી રહી હતી અને ચોમાસા દરમિયાન આનું સ્ટ્રક્ચર ત્રણથી પાંચ ડિગ્રી એક તરફ નમી ગયું હતું. ચોમાસા બાદ ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘણી ટેકનીકલ ખામીઓ થઈ રહી છે.

વધુમાં AAP નેતા રામ ધડુકે જણાવ્યું કે, જો આ કામને આગળ વધારવામાં આવશે તો ભવિષ્યમાં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. આવનારા સમયમાં હાઇડ્રોલિક પંપો, મશીનોના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સહિત બીજી ઘણી બધી ટેકનીકલ સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો આજ રીતે સ્ટ્રક્ચરનું કામ પૂરું કરવામાં આવ્યું તો ભવિષ્યમાં કહી દેવામાં આવશે કે તાપી નદીના પૂરના કારણે આ સ્ટ્રક્ચરને ખૂબ મોટું નુકસાન થયું છે, જનતાના કરોડો - અબજોનું આંધણ થઇ જશે. જવાબદાર તમામ સત્તાધીશોને રામ ધડુકે અપીલ કરી હતી કે હાલ આ ઇન્ટેકવેલનો સ્ટ્રકચરલ રિપોર્ટ બનાવવો જોઈએ અને હાઇડ્રોલિક એન્જિનિયરોનું સ્પોટ વિઝીટ પણ કરાવવું જોઈએ અને એમના દિશા નિર્દેશો બાદ જ આ કામગીરીને આગળ વધારવી જોઈએ એવી અમારી માંગ છે. કારણ કે જો આવી જ રીતે જો યોગ્ય સંભાળ રાખ્યા વગર કામકાજ શરૂ કરવામાં આવશે તો આ સ્ટ્રક્ચર સુરત શહેરને કામમાં આવશે નહીં. માટે આ મુદ્દે હાલ જ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જેની પણ આમાં ભૂલ હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવે.

સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સરથાણા વિસ્તારમાં ચાલી રહેલા ઇન્ટેકવેલના કામમાં ગંભીર અનિયમિતતાઓ અને ટેકનિકલ ખામીઓ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજે એક વર્ષથી ઇન્ટેકવેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ જે ઇન્ટેકવેલ બનાવવામાં આવ્યો છે, તેમાં ગંભીર ટેકનિકલ ખામીઓના કારણે આખો ઇન્ટેકવેલ નમી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી છે કે આ ઇન્ટેકવેલ ઘણા સમય પહેલા જ નમી ગયો હતો, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી સ્થળ મુલાકાત દરમિયાન પણ આ ખામી સ્પષ્ટ રીતે જોવા મળી છે. આ ખામી એક સામાન્ય ભૂલ નહીં પરંતુ મોટી ટેકનિકલ બેદરકારી ગણાય છે.

AAP કોર્પોરેટર મહેશ અણઘણે વધુમાં જણાવ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે થતી આ પ્રકારની કામગીરીમાં આવી ગંભીર બેદરકારી ચિંતાજનક છે. આખા તાપી પટ્ટામાં જેટલા પણ ઇન્ટેકવેલ અથવા ફેન્સ વેલ બનાવવાના કામો છે, તે તમામ યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સત્તાધારી પક્ષની ગંભીર ભૂમિકા પર પણ સવાલ ઊભા થાય છે. અમારી માંગ છે કે આ ઇન્ટેકવેલનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવવામાં આવે. સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ જ આગળની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ જો કોઈ પણ પ્રકારની ખામીઓ સાબિત થાય તો જવાબદાર ઇજનેરો અને કોન્ટ્રાક્ટર સામે કઠોર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. મહેશ અણઘણે જણાવ્યું કે આ કંપની દ્વારા અગાઉ પણ અનેક જગ્યાએ ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો મળી છે. કેટલાક કામોમાં જરૂરી વિભાગોની મંજૂરી લીધા વગર અંદરથી રેતી-માટી કાઢીને જોખમી રીતે કામગીરી કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે નિયમ વિરુદ્ધ છે. આ મુદ્દે તેમણે મેયર, કમિશનર તથા હાઇડ્રોલિક વિભાગના ઝોનલ ડેપ્યુટી કમિશનર સહિત સંબંધિત તમામ અધિકારીઓને વિનંતી કરી છે કે, આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.

fashion

સંબંધિત સમાચાર

travel