પ્રવાસન માટે ભારતના પ્રખ્યાત રાજ્ય ગોવામાં દુર્ઘટનાના ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઉત્તર ગોવાના કાલંગુટ બીચ પાસે એક પ્રવાસી બોટ દરિયામાં પલટી ગઈ છે. આ ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી છે કે ગોવાના દરિયામાં બોટ પલટી જવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઓછામાં ઓછા 20 લોકોને બચાવી લેવાયા છે.
ક્રિસમસના દિવસે ગોવામાં હ્રદયદ્રાવક અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બોટ દરિયામાં પલટી
ક્રિસમસના દિવસે ગોવામાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર છે. ઉત્તર ગોવાના દરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે.
સંબંધિત સમાચાર
પંજાબના તરનતારનમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ; BSF એ બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા
હાપુડમાં ચટણીના વિવાદમાં મહાસંગ્રામ: બ્રેડ પકોડા સાથે આમલીની ચટણી આપતાં હિંસક ઝઘડો, ૪ ઈજાગ્રસ્ત
સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ૩ લોકોના મોત