મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

681 लेख
ગુજરાતની એકપણ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં, AAPનો પ્રહાર

ગુજરાતની એકપણ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં, AAPનો પ્રહાર

પ્રવિણ રામે જણાવ્યું કે પંચાયત રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતની એકપણ ગ્રામ પંચાયત પસંદ થઈ નથી. AAPએ વિકાસ મોડલ પર સવાલ ઉઠાવ્યા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
નર્મદા જિલ્લા પંચાયતમાં AAPનો કબજો, ચૈતર વસાવાનું મોટું નિવેદન

નર્મદા જિલ્લા પંચાયતમાં AAPનો કબજો, ચૈતર વસાવાનું મોટું નિવેદન

નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબજો. ચૈતર વસાવાએ અંજનાબેન વસાવા અને સંગીતાબેન તળવીની નિમણૂક બાદ જનતાનો આભાર માન્યો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ ઘેરાઈ

તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ ઘેરાઈ

તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને AAP કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ. પ્રવિણ રામે કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
વિસાવદર તાલુકા પંચાયતમાં નવી ટીમ જાહેર, ગોપાલ ઈટાલિયા હાજર

વિસાવદર તાલુકા પંચાયતમાં નવી ટીમ જાહેર, ગોપાલ ઈટાલિયા હાજર

વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નવી ટીમની વરણી થઈ. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAPની નવી ઇનિંગ શરૂ - તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખોની નિમણૂકો શરૂ

AAPની નવી ઇનિંગ શરૂ - તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખોની નિમણૂકો શરૂ

નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કરતા ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા તમામ ૧૩ સભ્યોએ જનસેવાનો સંકલ્પ લીધો છે. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્થાપિતોના પ્રશ્નો અને જિલ્લાના વિકાસ માટે AAP કામ કરશે. વાંચો નર્મદા જિલ્લાના નવા પદાધિકારીઓની સંપૂર્ણ યાદી અને પક્ષની ભવિષ્યની રણનીતિ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ

તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ

તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ બનતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ભાજપને પરોક્ષ સમર્થન આપીને તેમને સત્તામાં બેસાડ્યા છે. AAP ના ૭ સભ્યો અડીખમ રહ્યા હોવા છતાં, કોંગ્રેસે ઓફર કરેલી ઉપપ્રમુખ અને કારોબારીની જવાબદારી નકારી ભાજપને ટેકો આપતા, કોંગ્રેસ હવે ભાજપની ‘બી ટીમ’ તરીકે કામ કરતી હોવાનું નિવેદન આપ્યું છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સાંઢીયા પુલ વિવાદ: ભાજપના ઉદ્ઘાટનની રાહ જોતી જનતા, AAP કાર્યકરોની પોલીસે કરી અટકાયત

સાંઢીયા પુલ વિવાદ: ભાજપના ઉદ્ઘાટનની રાહ જોતી જનતા, AAP કાર્યકરોની પોલીસે કરી અટકાયત

રાજકોટ-જામનગર રોડ પર બનીને તૈયાર થયેલા સાંઢીયા પુલને જનતા માટે ખુલ્લો મૂકવામાં ભાજપ સરકાર દ્વારા થતા વિલંબ સામે આમ આદમી પાર્ટી (AAP) એ ઉગ્ર વિરોધ કર્યો છે. શહેર પ્રમુખ દિનેશ જોશીના નેતૃત્વમાં AAP કાર્યકરોએ પુલનું પ્રતીકાત્મક લોકાર્પણ કરતા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપના શાસકોના વિલંબ અને બેદરકારીને કારણે પ્રજાનો સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે આ આંદોલન રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી

ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર સર્જાયેલી ગંભીર સ્થિતિ સામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂતોના ટ્રેક્ટરોની દોઢ કિલોમીટર લાંબી લાઈનો અને મધ્યમવર્ગની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા પરમારે જણાવ્યું હતું કે, જનતા લાઈનમાં પરેશાન છે, જ્યારે ભાજપના નેતાઓ ગાયબ છે. ઈંધણ સંકટ મામલે AAP ની સંપૂર્ણ પ્રતિક્રિયા અને આક્ષેપો અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ૨૪, ૨૫ અને ૨૬ મેના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની મજબૂત સ્થિતિ અને નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલી ઐતિહાસિક જીત બાદ કેજરીવાલ રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજી જનતાનો આભાર માનશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા

પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા

CM Bhagwant Mann: પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત પંજાબના રહીશો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિ પરિવાર દર વર્ષે ₹10 લાખ સુધીનું કેશલેસ (રોકડ રહિત) હેલ્થ કવરેજ પૂરું પાડવામાં આવે છે. કેન્સર, હૃદય રોગ, ડાયાલિસિસ અને જટિલ સર્જરી જેવી ગંભીર બીમારીઓ માટે 839 સરકારી અને ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલોમાં ફ્રી સારવાર ઉપલબ્ધ છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક નિષ્ઠાવાન અને વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટી (AAP) માં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
કેજરીવાલના નેતૃત્વમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય: ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEET વિદ્યાર્થીઓ માટે બસ પ્રવાસ મફત

કેજરીવાલના નેતૃત્વમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય: ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEET વિદ્યાર્થીઓ માટે બસ પ્રવાસ મફત

ગુજરાતમાં NEET પરીક્ષાનું પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિદ્યાર્થીઓના હિતમાં મોટી માંગ કરી છે. અરવિંદ કેજરીવાલના સૂચનથી પંજાબની AAP સરકારે ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEETના વિદ્યાર્થીઓ માટે માત્ર આઈકાર્ડ બતાવીને સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વિશેષ વીડિયો સંદેશ મારફતે દેશમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોના આક્રોશ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બેરોજગારો અંગે થયેલી 'કોકરોચ' ટિપ્પણીના વિરોધમાં યુવાનોએ સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" નામથી એકાઉન્ટ બનાવ્યું છે, જેણે માત્ર બે દિવસમાં ૧૩ મિલિયન (૧.૩ કરોડ) થી વધુ ફોલોઅર્સ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
અમદાવાદમાં AAP નો હલ્લાબોલ: મોંઘવારી અને ડીઝલ સંકટ મુદ્દે કલેક્ટર કચેરી ગજવી, CM ને મોકલ્યું આવેદન

અમદાવાદમાં AAP નો હલ્લાબોલ: મોંઘવારી અને ડીઝલ સંકટ મુદ્દે કલેક્ટર કચેરી ગજવી, CM ને મોકલ્યું આવેદન

ગુજરાતમાં અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતિન પટેલ, મહિલા નેતા નેહાબેન કેવલરામાણી, પ્રદેશ માલધારી સેલ મંત્રી જૈમિન દેસાઈ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત મુદ્દે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયા અનોખી રીતે ઊંટગાડી અને બળદગાડા સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "વાવણીની સીઝનમાં ખેડૂતોને ડીઝલ નથી મળતું, જ્યારે ભાજપના સેટિંગવાળાઓ અને કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં પુરવઠો મળી રહ્યો છે!

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે AAPનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે AAPનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 'આપ'ના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. AAPએ આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ગેસના અસહ્ય ભાવવધારાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્થાનિક પ્રજાના સળગતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં રોડ, પીવાનું પાણી, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી, ખાતર અને પેટ્રોલ-ડીઝલની અછત જેવા પાયાના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ૧૭ મેના રોજ અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારીઓ દુર્ગેશ પાઠક અને દિનેશ મોહનિયા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહેશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના પેટ્રોલ-ડીઝલ બચાવવાના દાવાઓ અને 'વર્ક ફ્રોમ હોમ' ની જાહેરાતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. ફેસબૂક લાઈવ દરમિયાન તેમણે વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, જો સરકારી કચેરીઓમાં લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી વ્હોટ્સએપ, એપ્લિકેશન કે મિસકોલ સુવિધા શરૂ કરાય તો અબજોનું ઇંધણ બચી શકે છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા