મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

681 लेख
ગાંધીનગરમાં ભાજપ દ્વારા માલધારી સમાજના સંમેલનના આયોજન મુદ્દે AAP માલધારી  સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈએ ભાજપ સરકારને ઘેરી

ગાંધીનગરમાં ભાજપ દ્વારા માલધારી સમાજના સંમેલનના આયોજન મુદ્દે AAP માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈએ ભાજપ સરકારને ઘેરી

ભાજપે આ ઢોર નિયંત્રણ કાયદો શહેરીકરણમાં અમલીકરણ કર્યો અને આપણે લાયસન્સ લેવું પડે એવી પ્રક્રિયા શરૂ કરી, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના હજારો જેટલા માલધારીઓ ખતમ થઈ ગયા: કિરણ દેસાઈ

Kalpesh Kosti · 10 કલાક પેહલા
જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15 મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો: રામજીભાઈ પરમાર

જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15 મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો: રામજીભાઈ પરમાર

ભાડથર જિ. પં.ની ચૂંટણીમાં ભાજપને ખેડૂતો તરફથી સમર્થન મળતું હોય એવું કંઈ દેખાતું ન હોઈ, માટે જામખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જો ભાજપ સરકારમાં ખેડૂતો માટે લાગણી હોત તો AAP એ દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કરવાની જરૂર પડી ન હોત: રામજીભાઈ પરમાર, દ્વારકા જિલ્લા પ્રમુખ AAP

Kalpesh Kosti · 12 કલાક પેહલા
ખેડૂતો માટે વર્ષોથી લડત લડતા ભરતસિંહ ઝાલાને સરકારે બ્લેકલિસ્ટ કર્યા: પ્રવીણ રામ, કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ AAP

ખેડૂતો માટે વર્ષોથી લડત લડતા ભરતસિંહ ઝાલાને સરકારે બ્લેકલિસ્ટ કર્યા: પ્રવીણ રામ, કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાતમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલાકી ખૂબ જ દયનીય છે અને તેઓ સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની વાજબી માંગ કરી રહ્યા છે. ખેડૂતોના આ હક અને ન્યાય માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ અન્ય બિન-રાજકીય ખેડૂત આગેવાનો સતત લડાઈ લડી રહ્યા છે.

Kalpesh Kosti · 12 કલાક પેહલા
ગાંધીનગર ચૂંટણી ખર્ચ મામલે આમ આદમી પાર્ટીનો ગંભીર આરોપ

ગાંધીનગર ચૂંટણી ખર્ચ મામલે આમ આદમી પાર્ટીનો ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણી પંચ સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. જે રીતે સમગ્ર દેશમાં મત કાપવા અને શાસક પક્ષને સમર્થન આપવાના રોલ બદલ આંદોલનો થઈ રહ્યા છે, તેવો જ રોલ ગુજરાતના ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાનો પણ જોવા મળ્યો છે.

Kalpesh Kosti · 12 કલાક પેહલા
ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવનાર ભરતસિંહ ઝાલાને ભાજપ સરકારે સચિવાલયમાં બ્લેક લિસ્ટ કર્યા: ઈસુદાન ગઢવી

ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવનાર ભરતસિંહ ઝાલાને ભાજપ સરકારે સચિવાલયમાં બ્લેક લિસ્ટ કર્યા: ઈસુદાન ગઢવી

દુષ્કાળ જાહેર કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ભરતસિંહને સચિવાલયમાં રોકી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે બ્લેકલિસ્ટ છો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષી નેતાઓ દ્વારા સતત સરકાર વિરુદ્ધ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.

Kalpesh Kosti · 13 કલાક પેહલા
ગાંધીનગરમાં મુખ્ય રસ્તાઓ સિવાય પ્રાથમિક સુવિધાઓનો પૂરેપૂરો અભાવ : પાયલ સાકરીયા AAP

ગાંધીનગરમાં મુખ્ય રસ્તાઓ સિવાય પ્રાથમિક સુવિધાઓનો પૂરેપૂરો અભાવ : પાયલ સાકરીયા AAP

આઝાદીના દાયકાઓ પછી પણ પાટનગરમાં ચોખ્ખું પાણી, ગટર અને રસ્તાઓનો પ્રશ્ન વિકટ.ભાજપનો વિકાસ સામાન્ય જનતા માટે નહીં, પણ નેતાઓ પૂરતો સીમિત : પાયલ સાકરીયા AAP

Kalpesh Kosti · 13 કલાક પેહલા
ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના સમર્થનમાં ઈસુદાન ગઢવીની જંગી જનસભા

ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના સમર્થનમાં ઈસુદાન ગઢવીની જંગી જનસભા

ભાડથર જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના પ્રચાર અર્થે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભાને સંબોધન કરતા ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દ્વારકા, પોરબંદર, જામનગર, ઉત્તર ગુજરાત કે કચ્છ જેવા તમામ વિસ્તારોના થઈને રાજ્યના લગભગ ૧૦૮ તાલુકાઓ હાલમાં ગંભીર અછતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

Kalpesh Kosti · 13 કલાક પેહલા
ગાંધીનગરના બોરીજ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ: ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાના ભાજપ પર પ્રહારો

ગાંધીનગરના બોરીજ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ: ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાના ભાજપ પર પ્રહારો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગરના બોરીજ ખાતે "જન સંવાદ" અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે એક વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના આગેવાનોએ ભાજપ સરકાર સામે આક્રમક તેવર અપનાવ્યા હતા.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ચૈતર વસાવા જેલમાં હોવા છતાં આદિવાસીઓની લડત ચાલુ રહેશે,ખોપી જંગલ જમીન આંદોલન ઉગ્ર બન્યું

ચૈતર વસાવા જેલમાં હોવા છતાં આદિવાસીઓની લડત ચાલુ રહેશે,ખોપી જંગલ જમીન આંદોલન ઉગ્ર બન્યું

નર્મદા જિલ્લાના સાતબારાના ખોપી ખાતે આદિવાસી ખેડૂતોના વન અધિકાર અને જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓ અંગે એક વિશાળ જાહેર સભા અને સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીઓ શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ ઉપસ્થિત રહીને સરકાર સામે આક્રમક સૂર રેલાવ્યો હતો અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડત આજીવન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
જ્ઞાનેશ કુમાર નહીં, લોકશાહીને નુકસાન કરનાર અ-જ્ઞાનેશ કુમાર : ધર્મેશ ભંડેરી AAP

જ્ઞાનેશ કુમાર નહીં, લોકશાહીને નુકસાન કરનાર અ-જ્ઞાનેશ કુમાર : ધર્મેશ ભંડેરી AAP

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પવિત્ર અવસરે સુરત ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશિષ્ટ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 'આપ'ના નેતાઓ અને કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી વંદન કર્યા હતા અને ત્યારબાદ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની જોરદાર માંગ ઉઠાવી હતી.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને 'આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના અભિનંદન

પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને 'આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના અભિનંદન

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે બનેલી એક ગંભીર અને રહસ્યમય ઘટનામાં પોતાના પ્રાણની પરવા કર્યા વગર સેંકડો મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય તથા ગુજરાતના ગરવા પાયલોટ સ્મિત મચ્છરની પ્રશંસા ચારેકોર થઈ રહી છે. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વિશેષ વિડિયો સંદેશ દ્વારા પાયલોટ સ્મિત મચ્છરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સાહસને બિરદાવ્યું છે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
AAP દ્વારા બોરીજ ખાતે વિશાળ જનસભાનું આયોજન, ઈસુદાન ગઢવી ખેડૂતો માટે ઉઠાવશે અવાજ: પ્રવીણ રામ AAP

AAP દ્વારા બોરીજ ખાતે વિશાળ જનસભાનું આયોજન, ઈસુદાન ગઢવી ખેડૂતો માટે ઉઠાવશે અવાજ: પ્રવીણ રામ AAP

ગાંધીનગર તાલુકાના બોરીજ ગામ મુકામે આજે બીજી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પવિત્ર અવસરે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના ખેડૂતોની સમસ્યાઓ અને ખાસ કરીને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને આ સભાનું વિશેષ રાજકીય મહત્વ રહેલું છે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
ઇકોઝોન મુદે ખેડૂતોના હિતમા ’આપ’ નેતા પ્રવિણ રામ ફરીથી મેદાનમાં

ઇકોઝોન મુદે ખેડૂતોના હિતમા ’આપ’ નેતા પ્રવિણ રામ ફરીથી મેદાનમાં

ઇકોઝોનના નોટિફિકેશન બાદ ’આપ’ નેતા પ્રવિણ રામના વિરોધના કારણે સરકાર ઇકોઝોન લાગુ ના કરી શકવાના કારણે નોટિફિકેશનની સમય મર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય: પ્રવિણ રામ

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત AAP ના પ્રદેશના નેતાઓએ ગાંધીનગરના ઉમેદવારો સાથે સંવાદ બેઠકમાં ભાગ લીધો

ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત AAP ના પ્રદેશના નેતાઓએ ગાંધીનગરના ઉમેદવારો સાથે સંવાદ બેઠકમાં ભાગ લીધો

પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના પ્રદેશ નેતાઓએ ગાંધીનગરના ઉમેદવારોને ચૂંટણી જીતવા મુદ્દે માર્ગદર્શન આપ્યું.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
સરકાર તરફથી આવતા 25-50 લાખ રૂપિયા ક્યાં ખર્ચ થશે, એના આયોજનને ગામના લોકો જાણે: ગોપાલ ઇટાલીયા

સરકાર તરફથી આવતા 25-50 લાખ રૂપિયા ક્યાં ખર્ચ થશે, એના આયોજનને ગામના લોકો જાણે: ગોપાલ ઇટાલીયા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. તો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ મહત્વપૂર્ણ દિવસે તમામ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
દ્વારકા અને ખંભાળિયામાં વીજળીની મોટી લાઈનો સામે વિરોધ

દ્વારકા અને ખંભાળિયામાં વીજળીની મોટી લાઈનો સામે વિરોધ

અહીં દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વિસ્તારમાં પસાર થનારી વીજળીની મોટી લાઈનોના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો જાહેર કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓમાંથી એસીએમઈ (ACME) સન પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ૨૨૦ કેવીની મોટી વિદ્યુત લાઈનો કરોળિયાના જાળાની જેમ નાખવામાં આવી રહી છે, જેની ગ્રામજનોને કોઈ જ જાણ નથી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ઓખા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે 'આપ' આક્રમક

ઓખા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે 'આપ' આક્રમક

ઓખા નગરપાલિકાની આ ચૂંટણીમાં જનતાએ માત્ર રાજકીય વાતોમાં ન ફસાતા પોતાના મૂળભૂત અને સ્થાનિક મુદ્દાઓ જેવા કે રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી, શિક્ષણ, પ્રદૂષણ, રોજગારી અને ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે. નેતાઓએ લોકશાહીની મર્યાદા જાળવવી જોઈએ અને પ્રજાના મતનું સન્માન કરવું જોઈએ તેવો સુર આ બેઠક અને નિવેદનોમાં ઉઠ્યો છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી ૨૦ સ્ટાર પ્રચારકોની યાદીમાં પક્ષના શિર્ષસ્થ નેતૃત્વને સામેલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. આ નેતાઓ રાજ્યભરમાં ફરીને પાર્ટીનો અવાજ બુલંદ કરશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
દુષ્કાળ જાહેર કરવાને બદલે ભાજપ સરકાર ખેડૂતો સાથે સંવાદના નાટકો કરી રહી છે: પ્રવીણ રામ, AAP

દુષ્કાળ જાહેર કરવાને બદલે ભાજપ સરકાર ખેડૂતો સાથે સંવાદના નાટકો કરી રહી છે: પ્રવીણ રામ, AAP

ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ બાબતે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ અને પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે કર્યો છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને પગલે વાલીઓ અને આમ આદમી પાર્ટી (AAP) ના આગેવાનો દ્વારા હોસ્ટેલ ખાતે અચાનક પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા