પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026)માં ભાગ લેનાર ઉમેદવારોની સુવિધા તથા વધારાની યાત્રાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન સંખ્યા 09472/09471 મણિનગર–બાંદ્રા ટર્મિનસ–મણિનગર સ્પેશિયલ [02 ફેરા]
ટ્રેન સંખ્યા 09472 મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર, 20 જૂન, 2026ના રોજ મણિનગરથી સવારે 08:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે સાંજે 18:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે, ટ્રેન સંખ્યા 09471 બાંદ્રા ટર્મિનસ–મણિનગર સ્પેશિયલ શનિવાર, 20 જૂન, 2026ના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 21:15 વાગ્યે પ્રસ્થાન કરશે અને રવિવાર, 21 જૂન, 2026ના રોજ સવારે 06:00 વાગ્યે મણિનગર પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આણંદ, વિશ્વામિત્રી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સ્લીપર તથા જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
2. ટ્રેન નં. 09554/09553 ઓખા–ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ [02 ફેરા]
ટ્રેન સંખ્યા 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ શનિવાર, 20 જૂન, 2026ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. એ જ રીતે, ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ રવિવાર, 21 જૂન, 2026ના રોજ ગાંધીનગર કેપિટલથી 20:55 વાગ્યે પ્રસ્થાન કરશે અને સોમવાર, 22 જૂન, 2026ના રોજ 06:40 વાગ્યે ઓખા પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સ્લીપર તથા જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
3. ટ્રેન સંખ્યા 09254/09253 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ [02 ફેરા]
ટ્રેન સંખ્યા 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ શનિવાર, 20 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી 11:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 16:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. એ જ રીતે, ટ્રેન સંખ્યા 09253 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ રવિવાર, 21 જૂન, 2026ના રોજ ગાંધીગ્રામથી 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને સોમવાર, 22 જૂન, 2026ના રોજ 00:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર તથા જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન સંખ્યા 09472/09471, 09554/09553 અને 09253 /09254 માટેનું બુકિંગ 19 જૂન, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય તથા કોચ સંરચનાની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પરથી પ્રાપ્ત કરી શકાય છે.