અજમેર મંડળના અજમેર–પાલનપુર રેલખંડ વચ્ચે જવાલી–રાની સ્ટેશનો વચ્ચે બ્રિજ સંખ્યા 633 અને 634 પર આરસીસી બોક્સ મૂકવા માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે રેલવે ટ્રાફિક પ્રભાવિત રહેશે. વિગતો નીચે મુજબ છે:
રદ્દ ટ્રેનો
· ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ, તા. 24.04.26 અને 25.04.26 ના રોજ રદ્દ રહેશે.
· ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ, તા. 23.04.26 અને 24.04.26 ના રોજ રદ્દ રહેશે.
માર્ગ પરિવર્તિત ટ્રેનો
· ટ્રેન સંખ્યા 20943 (બાન્દ્રા ટર્મિનસ–ભગત કી કોઠી), જે તા. 23.04.26 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે. પરિવર્તિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂણી થઈને સંચાલિત થશે. માર્ગમાં આ ટ્રેન પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી સ્ટેશનો પર રોકાશે.
· ટ્રેન સંખ્યા 20694 (બેંગલુરુ–જોધપુર), જે તા. 22.04.26 ના રોજ બેંગલુરુથી પ્રસ્થાન કરશે, પરિવર્તિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂની થઈને સંચાલિત થશે. માર્ગમાં આ ટ્રેન પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી સ્ટેશનો પર રોકાશે.
· ટ્રેન સંખ્યા 20496 (હડપસર–જોધપુર), જે તા. 23.04.26 ના રોજ હડપસરથી પ્રસ્થાન કરશે, પરિવર્તિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂની થઈને સંચાલિત થશે. માર્ગમાં આ ટ્રેન પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર સમદડી સ્ટેશનો પર રોકાશે.
· ટ્રેન સંખ્યા 14701 (શ્રીગંગાનગર–બાન્દ્રા ટર્મિનસ), જે તા. 23.04.26 ના રોજ શ્રીગંગાનગરથી પ્રસ્થાન કરશે. પરિવર્તિત માર્ગ અજમેર–ચિત્તૌડગઢ–રતલામ–વડોદરા થઈને સંચાલિત થશે. માર્ગમાં આ ટ્રેન ભીલવાડા, ચિત્તૌડગઢ, નીમચ, મંદસોર સ્ટેશનો રોકાશે.
રીશેડ્યૂલ ટ્રેનો
· ટ્રેન સંખ્યા 19411 (ગાંધીનગર કેપિટલ–દૌલતપુર ચોક), તા. 24.04.26 ના રોજ તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 30 મિનિટ મોડી પ્રસ્થાન કરશે.
· ટ્રેન સંખ્યા 19223 (સાબરમતી–જમ્મૂતવી), તા. 24.04.26 ના રોજ તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી પ્રસ્થાન કરશે.


