અમદાવાદ /નર્મદા / ગુજરાત : આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના નિષ્ઠાવાન આગેવાનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં તમામ આગેવાનોનો સ્નેહપૂર્વક આવકાર કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન નર્મદા આનંદભાઈ ઉદેસિંગભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સાગબારા રાજેન્દ્રભાઈ સુભાષભાઈ, માજી તાલુકા સભ્ય ગોડદા બહાદુરભાઈ વેચનાભાઈ, ઉમેશભાઈ સેવંતાભાઈ, તોસિફભાઈ (સાગબારા) તેમજ રાજુભાઈ ગેમજીભાઈ સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ સૌ આગેવાનોને ધારાસભ્ય ચૈતર વસાવાએ પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
રાજ્યમાં કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીનું સ્થાન દિવસેને દિવસે મજબૂત બની રહ્યું છે. લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધતા હવે અન્ય રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ જિલ્લામાં રાજકીય માહોલ બદલાયો છે અને લોકોનો વિશ્વાસ પાર્ટી તરફ વધુ મજબૂત બન્યો છે. પાર્ટીના આગેવાનોનું માનવું છે કે આવનારા સમયમાં વધુ લોકો કામની રાજનીતિથી પ્રેરાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાશે.
આમ આદમી પાર્ટી ગુજરાત