ગુજરાત
4064 लेख
ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે
૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ
અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો
આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ
આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ, આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ રૂા.૭૬૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૭૪.૭૧ લાખ આદિજાતિ બાળકોને લાભ અપાયો
ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ
કલાકારના નામોની ભલામણ જરૂરી સાધનિક પૂરવા સાથે આગામી તા. ૧૦મી જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે
પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.
મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું, આ એક્સ્પો થકી પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ કર્યો
વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે
વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૧૨થી ૧૪ જૂન સુધી મહાનુભાવો વિદ્યામંદિરોમાં જઇને બાળકોનું નામાંકન કરાવશે, પદાધિકારીઓ અને અધિકારીઓ વડોદરા જિલ્લાના ગામડાઓ ખુંદી બાળકોને વાજતેગાજતે શાળામાં આવકારશે.
ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ
ડભોઈ અને કરજણ શહેરના નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતેથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે, કરજણ ખાતે ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે
પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !
સાધી ગામ – સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતા સાથે તાલબદ્ધ રીતે વિકસતું ગામ,‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ વિભાવનાને ચરિતાર્થ કરતું વડોદરાનું સાધી ગામ, અનેક પુરસ્કારોથી સન્માનિત સાધી ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીથી ગ્રામજનો ઉત્સાહિત
ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની – શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
નવું સત્ર શરૂ થતાં જ બાળકોને મળ્યા શ્યાહીની ‘સુગંધ’વાળા નવા પાઠ્યપુસ્તકો, વડોદરા જિલ્લામાં ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ
ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી
જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના
વ્હાલી દિકરી યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫,૦૦૧ લાભાર્થીઓને મંજુરી હુકમ અપાયા
આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા અમલી વ્હાલી દિકરી યોજના તા.૦૨/૦૮/૨૦૧૯થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦/-, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૩,૦૦૦/- અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧,૦૦,૦૦૦/-ની મળી ત્રણ તબક્કામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ
જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી યોજાઈ રીવ્યૂ બેઠક, આપત્તિ દરમિયાન જિલ્લામાં મુશ્કેલી સર્જાય તો જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૮૭૬ ૨૮૫૦૬૩/૬૪) પર સંપર્ક કરવા વહીવટીતંત્રનો અનુરોધ
રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી
જરાતના સવા કરોડ નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં સહભાગી થશે: રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે જેનુ પણ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે
વડોદરા જિલ્લાના ૭૫ અમૃત સરોવર ઉપર વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે
સમગ્ર માનવજાતને નિરામય જીવન માટે યોગ રૂપે ભારત તરફથી મળેલી દેનને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તા. ૨૧ જુનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી શરૂ થયેલી આ ઉજવણીની આ વર્ષે નવમી શ્રેણી છે. નવમા વિશ્વ યોગની વડોદરા શહેર અને જિલ્લામાં સુચારૂ રીતે ઉજવણી થાય એ માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની સેવાઓ ઓનલાઇન કરાતા વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું
વડોદરા ખાતે કલેક્ટર કચેરી સ્થિત ધારાસભા હોલમાં રાજ્યના વિજિલન્સ કમિશનર સુશ્રી સંગીતા સિંઘે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સરકારી સેવામાં અપ્રમાણિક્તાને નિવારવા માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સેવાઓ મેળવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગને પરિણામે વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે.
રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ
ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું
સ્વચ્છતા સહાય પેટે શાળાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણરૂ. એક હજારથી પાંચ હજાર સુધીની સહાય ચૂકવાય છે, વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯ લાખની સહાય ચૂકવવામાં આવી, ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચ્યો.