મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4291 लेख
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી: 15 મજૂરો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી તેજ

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી: 15 મજૂરો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી તેજ

ગાંધીનગર, અમદાવાદ: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે સાંજે એક નિર્માણાધીન કોમર્શિયલ ઇમારતનો સ્લેબ ધરાશાયી થતાં લગભગ 15 મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સ...

Priya Sharma · 3 અઠવાડિયા પેહલા
નેપાળમાં ગુમ ૩૦ ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ: ૨૯ પરિવારજનોના ડીએનએ સેમ્પલ એકત્રિત

નેપાળમાં ગુમ ૩૦ ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ: ૨૯ પરિવારજનોના ડીએનએ સેમ્પલ એકત્રિત

નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ ૩૦ લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે, જેમાંથી ૨૯ નાં પરિવારજનોના ડીએનએ સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી લીધી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મહિલા અને બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ

મહિલા અને બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાતીય ગુનાઓ સામે કડક - ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગરના કુડાસણ સ્લેબ દુર્ઘટનામાં તમામ શ્રમિકો સુરક્ષિત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત

ગાંધીનગરના કુડાસણ સ્લેબ દુર્ઘટનામાં તમામ શ્રમિકો સુરક્ષિત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત

ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર મોડી સાંજે સ્લેબ અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘટનાસ્થળ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પાટણ તાલુકાના મહેમદપુર ખાતે વિદ્યાર્થીઓ અને યોગ સાધકોને કરાવી યોગ સાધના

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પાટણ તાલુકાના મહેમદપુર ખાતે વિદ્યાર્થીઓ અને યોગ સાધકોને કરાવી યોગ સાધના

વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે ૨૧ જૂન 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોના પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગનું મહત્વ સમજી રહ્યું છે. આજે વિશ્વભરમાં યોગ પર વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યા છે અને તેનાથી માનવજાત ઉત્તમ સ્વાસ્થ્યના પરિણામો મેળવી રહી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદાની ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તથા ફિલ્ડ લેવલના પડકારો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમદાવાદ રેલવે મંડળે એક દિવસમાં ૯૧ રેક લોડ કરીને રચ્યો નવો ઇતિહાસ: અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાયું

અમદાવાદ રેલવે મંડળે એક દિવસમાં ૯૧ રેક લોડ કરીને રચ્યો નવો ઇતિહાસ: અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાયું

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચતાં ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં રેકૉર્ડ ૯૧ રેક (૩,૮૪૭ વેગન) લોડ કર્યા છે. આ અમદાવાદ મંડળના પરિચાલન ઇતિહાસમાં એક દિવસમાં કરવામાં આવેલ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ છે. આ અગાઉ ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મંડર્લે ૮૫ રેક (૩,૫૮૦ વેગન) લોડ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, જે માત્ર ચાર દિવસમાં જ તૂટ્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માહની  ઉજવણીનો પ્રારંભ

“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ

“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આજથી ૯ માં રાષ્ટ્રીય પોષણ માહ ની વિશેષ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક માસ દરમિયાન જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ થીમ આધારિત પોષણલક્ષી પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંગે લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય

અરવલ્લીની 29 આશ્રમશાળાઓ અને અનુદાનિત છાત્રાલયો-માધ્યમિક શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે, રાજ્ય સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કર્યા. ન્યૂ ગુજરાત પૅટર્ન’ હેઠળ બંક બેડ-ગાદલા, બેન્ચીસ, વૉશિંગ મશીન, સોલાર રૂફટોપ અને RO સહિતની સુવિધાઓનો થશે વિકાસ.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
નર્મદા જિલ્લામાં અબોલ પશુ-પક્ષીઓ માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ

નર્મદા જિલ્લામાં અબોલ પશુ-પક્ષીઓ માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ

માનવજાત માટે ઈમરજન્સીના સમયે ૧૦૮ સેવા મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે અબોલ પશુઓ માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક પશુચિકિત્સા સહાયનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. નર્મદા જિલ્લામાં બીમાર, ઈજાગ્રસ્ત તેમજ અકસ્માતગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓને સમયસર પશુચિકિત્સા સેવા મળી રહે તે માટે આ સેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI GHSના સંકલનથી કાર્યરત આ સેવા થકી જરૂરિયાતમંદ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
GPCB ખાતે ૧૪ સપ્ટેમ્બર સુધી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપનું આયોજન

GPCB ખાતે ૧૪ સપ્ટેમ્બર સુધી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપનું આયોજન

આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા “બાપ્પા માટીના, ઉત્સવ પર્યાવરણનો” સંકલ્પ થકી ગણેશોત્સવ નિમિત્તે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત GPCB વડી કચેરી ખાતે આયોજિત વિશેષ સ્ટોલ અને વર્કશોપનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે, રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે, રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાનશ્રીના હસ્તે ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના વિકાસકાર્યો, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન

‘સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી વડોદરા’ના સંકલ્પ સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકભાગીદારીથી વૃક્ષારોપણ અને રોપાઓના જતન પર ભાર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડાપ્રધાનશ્રીના સ્વાગત પૂર્વે માંડવા–ચાંદોદ ખાતે સ્વચ્છતા સે સ્વાગત અભિયાન અને વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાનશ્રીના સ્વાગત પૂર્વે માંડવા–ચાંદોદ ખાતે સ્વચ્છતા સે સ્વાગત અભિયાન અને વિકાસકાર્યોનું લોકાર્પણ

વડોદરા શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને અનુલક્ષીને માંડવા–ચાંદોદ ખાતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહભાગી બન્યા હતા. સ્વચ્છ અને સુંદર પરિસર દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાની ભાવના સાથે સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડોદરા જિલ્લા વહીવટીતંત્રની બેવડી સિદ્ધિ: સફાઈ અભિયાન અને સેવા સેતુમાં ઐતિહાસિક સફળતા

વડોદરા જિલ્લા વહીવટીતંત્રની બેવડી સિદ્ધિ: સફાઈ અભિયાન અને સેવા સેતુમાં ઐતિહાસિક સફળતા

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુશાસન અને સ્વચ્છતાના ક્ષેત્રે એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા પાંચ દિવસીય સઘન સફાઈ અભિયાન અને ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓના સંતૃપ્તીકરણ માટે યોજાયેલા મેગા કેમ્પોમાં વહીવટીતંત્રએ અભૂતપૂર્વ કામગીરી કરી છે. એક તરફ જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે, તો બીજી તરફ છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડનગર શ્રાવણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર: ૫૩ હજારથી વધુ પ્રવાસીઓએ માણ્યો મહોત્સવ

વડનગર શ્રાવણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર: ૫૩ હજારથી વધુ પ્રવાસીઓએ માણ્યો મહોત્સવ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના દર રવિવારે ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગરના રમણીય શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર ‘વડનગર શ્રાવણોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના અદભુત સમન્વય સમાન આ મહોત્સવને પ્રવાસીઓ તરફથી અપાર ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો હતો, જેના પરિણામે દર રવિવારે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
તલોદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

તલોદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલા એપીએમસી માર્કેટ પરિસરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પર્યાવરણને અનુકૂળ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપવાનો હતો. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતો, કૃષિ સખીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રાજ્યપાલે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યો રાત્રિ વિશ્રામ

રાજ્યપાલે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યો રાત્રિ વિશ્રામ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામની પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યો હતો. બીજા દિવસે વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે કુદરતી વાતાવરણમાં ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલની આ સાદગી અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિએ સ્થાનિક લોકોમાં ભારે પ્રેરણા પૂરી પાડી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મોઢેરા સૂર્યમંદિર: માત્ર એક મંદિર નહીં, વર્ષ જૂનું સમૃદ્ધ વેપારી નગર!

મોઢેરા સૂર્યમંદિર: માત્ર એક મંદિર નહીં, વર્ષ જૂનું સમૃદ્ધ વેપારી નગર!

અમદાવાદ: મોઢેરાનું નામ સાંભળતા જ સૌના મનમાં ભવ્ય સૂર્યમંદિર અને તેના અદ્ભુત કોતરણીકામવાળા સૂર્યકુંડનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ, એક નવા GIS-આધારિત અભ્યાસે મોઢેર...

Priya Sharma · એક મહિનો પેહલા
અમદાવાદ અને સુરત કોર્ટમાં બોમ્બની ધમકીવાળા ઇમેઇલ્સ: સુરક્ષાની ચિંતા

અમદાવાદ અને સુરત કોર્ટમાં બોમ્બની ધમકીવાળા ઇમેઇલ્સ: સુરક્ષાની ચિંતા

શનિવારે ગુજરાતની અદાલતો, જેમાં સુરત જિલ્લા અદાલત અને અમદાવાદની અદાલતોનો સમાવેશ થાય છે, તેમને બોમ્બ હુમલાની ધમકી આપતા ઇમેઇલ્સ મળ્યા હતા. આ ઘટના બાદ પોલીસ અને સુર...

Priya Sharma · એક મહિનો પેહલા