આપ ન્યૂઝ
424 लेख
ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં ગર્જના: "ખેડૂતો હેલિકોપ્ટર નથી માંગતા, માત્ર વીજ કનેક્શન માંગે છે"
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.
રાજસ્થાન પછી ગુજરાતમાં પણ બે સંતાન મર્યાદા રદ્દ કરો, ઈસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને મોટો પત્ર
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.
મતદાર યાદીમાં નામ કાપનારા સામે કાર્યવાહી કરો, ચૈતર વસાવાએ વિધાનસભામાં કરી મોટી માંગ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.
કેજરીવાલજી નિર્દોષ, હવે ભાજપ ચૂપ, જામનગરમાં AAPની યાત્રા અને હનુમાનજીના આશીર્વાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે જામનગરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કર્યા. “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા દરમિયાન તેમણે જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સ્માર્ટ મીટર મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપ જીત્યું તો બીજા જ દિવસે સ્માર્ટ મીટર લાગશે, વીજળી બિલ વધશે. ખેડૂતોને યોગ્ય ભાવ, ખાતર-બિયારણ ન મળવા અને ટ્રેડ ડીલથી નુકસાનની ચિંતા વ્યક્ત કરી.
કેજરીવાલજી નિર્દોષ જાહેર થતા જામનગરમાં ઉજવણી
AAP ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવીને ઉજવણી કરી.
આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક
આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP
કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.
કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય
હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.
રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ
ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.
ગોપાલ ઇટાલિયાનો પ્રહાર: ઘાટ કરતા ઘડામણ મોંઘુ – સસ્તા અનાજ કરતા કમિશન પાછળ કરોડોનો ધુમાડો
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં સસ્તા અનાજ વિતરણ અને શહેરી વિકાસના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૫૨ કરોડ રૂપિયા માત્ર દુકાનદારોના કમિશન પાછળ ખર્ચાયા છે, જે ગરીબોને મળતા અનાજની કિંમત કરતા વધુ છે.
બોર્ડની પરીક્ષા વચ્ચે ડેડિયાપાડામાં રાજકીય વરઘોડો કાઢનાર નાયબ મુખ્યમંત્રીને વિદ્યાર્થીઓની ચિંતા નથી : ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ડેડિયાપાડામાં કાઢવામાં આવેલા રાજકીય વરઘોડા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.
સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે.
ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા સોમનાથ મહાદેવના આશીર્વાદથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને યુવા નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આ યાત્રા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓના હિતો માટે પરિવર્તનનો સંકલ્પ લઈને નીકળી છે. આવતીકાલે તા. 26 સાંજે 6 વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે મહાસભા યોજાશે.
26 ફેબ્રુઆરીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત જામખંભાળિયાના ભાણખોખરી ખાતે જનસભા યોજાશે
26 ફેબ્રુઆરી સાંજે 6 વાગે જામખંભાળિયા ભાણખોખરી પાટિયા પાસે AAPની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા' જનસભા. ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા હાજર. પાક ભાવ, કડદા, હાઈ ટેન્શન, પશુપાલન મુદ્દે અવાજ. ખંભાળિયા-દ્વારકા વાસીઓ મોટી સંખ્યામાં પધારો.
ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ
સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ
AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો
લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.